Skip to main content

 .

બાયોગ્રાફી

પ્રારંભિક જીવન

સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મ ૩૧ ઓક્ટોબર, ૧૮૭૫ માં ગુજરાતના ખેડા જિલ્લાના નડીયાદ  ગામમાં થયો હતો જે અમદાવાદથી અંદાજે ૪૦ કિલોમીટર ના અંતરે આવેલું છે. તેમ છતાં વલ્લભભાઈ નો ઉછેર તેમના મોસાળના ગામ કરમસદ માં થયો હતો જે ખેડા જિલ્લામાં આણંદ અને નડિયાદથી લગભગ ૩ માઈલના અંતરે આવેલું  છે. વલ્લભભાઈના પિતાજી એક દેશભક્ત અને સાહસિક માણસ હતા.તેમણે ૧૮૫૭ ના બળવામાં ભાગ લીધો હતો અને એમ જાણવામાં આવ્યું હતું કે તેઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની લશ્કરી ટુકડીમાં જોડાયા હતા. જિંદગીના પાછલાં વર્ષોમાં તેમને ઈંદોરના હોલ્કરની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. તેમની માતા લાડબાઈ ખૂબ જ ધર્મિષ્ઠ હતા તેમ છતાં તેમનો ધાર્મિકતા તેમની ઘરની જવાબદારીઓમાં દખલ દેતી ન હતી. જવેરભાઈને સોમાભાઈ, નરસીભાઇ, વિઠ્ઠલભાઈ, વલ્લભભાઈ અને કાશીભાઈ એમ પાંચ સંતાનો હતા તેમાંથી વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ પાછળના વર્ષોમાં પ્રખ્યાત થયા હતા. વલ્લભભાઈએ ૧૮૯૭માં ૨૨ વર્ષની ઉંમરે નડિયાદમાંથી મેટ્રિકની પરીક્ષા પૂર્ણ કરી હતી. ઘણી નાની ઉંમરે થી જ વલ્લભભાઈએ વિદ્યાર્થી તરીકેની ઉત્કૃષ્ટ ક્ષમતાઓ દર્શાવી હતી.

વકીલાત (કાનૂની પ્રેક્ટીસ)

સરદાર પટેલે એક વકીલ તરીકે સ્વતંત્ર પ્રેક્ટિસ વર્ષ ૧૯૦૦ માં ગોધરામાંથી શરુ કરી હતી. ટૂંક સમયમાં જ વલ્લભભાઈ પટેલે પોતાને એક કાબેલ અને સક્ષમ ફોજદારી વકીલ તરીકે પ્રસ્થાપિત કરી લીધા. સરદાર પટેલ એક પ્રખર વકીલ હતા જે એક પ્રસંગ પરથી જણાશે કે જેમાં પટેલ એક સાક્ષીની ઉલટ-તપાસ ચલાવી રહ્યા હતા અને તે વખતે તેમને પોતાની પત્નીના અવસાનના દુ:ખદ ખબર મળ્યા પરંતુ જ્યાં સુધી તે કેસની કાર્યવાહી પુરી ન થઇ ત્યાં સુધી તેઓએ પોતાની તપાસ ચાલુ જ રાખી. તેમને એક બૅરિસ્ટર બનવું હતું તેથી સરદાર પટેલ વધુ અભ્યાસ માટે લંડન ગયા અને ત્યાં જેનો  અભ્યાસક્રમ ૩૬ મહિનાનો હતો તે તેમણે ફક્ત ૩૦ મહિનામાં જ પૂરો કર્યો.

ગાંધી- એક પ્રેરણા

સરદાર પટેલ બિહારના ચંપારણ ગામમાં ગાંધીએ કરેલા કાર્યથી ખૂબ જ પ્રભાવિત થયા હતા કે જ્યાં ગાંધી એ કચડાયેલા અને દબાયેલા ખેડૂતો માટે એક સત્યાગ્રહ આયોજિત કર્યો હતો કે જેમની પાસે બળજબરીથી ગળીનો પાક લેવડાવવામાં આવતો હતો અને તે પાકને પાછળથી તેમની પાસેથી જ અત્યંત ઓછી કિંમતે ખરીદવામાં આવતો હતો. ગ્રામજનોને પણ જમીનદારો પાસેથી ખૂબ ઓછું વળતર મળતું હતું અને દુષ્કાળ હોવા છતાં બ્રિટિશ સરકાર દ્વારા કર વધારો નાખવામાં આવવાથી ખેડૂતોની દુ:ખદ યાતનાઓમાં વધારો થયો હતો. ગાંધીએ બ્રિટિશરો દ્વારા ટેકો મેળવતાં જમીનદારો સામે વિરોધ નોંધવા હડતાલ નું આયોજન કર્યું અને આખરમાં બ્રિટિશરોને ગાંધી દ્વારા મુકવામાં આવેલી શરતો મંજુર કરવા સંમતિ આપવી પડી. આ સત્યાગ્રહની સરદાર પટેલના મનમાં ગહન અસર પડી અને તેમણે ગાંધીને પોતાના માર્ગદર્શક, ફિલસૂફ અને મિત્ર તરીકે સ્વીકાર્યા. આ પ્રેરણાનું એક ઉદાહરણ આપણને સરદારે વર્ષ ૧૯૧૭ માં બોરસદમાં આપેલા એક ભાષણમાંથી દેખાશે જેમાં તેમણે  ગાંધીની બ્રિટિશ પાસેથી 'સ્વરાજ' (સ્વ નિયમ) ની માંગણીની અરજી પર હસ્તાક્ષર કર્યા હતા.

ગુજરાતમાં સત્યાગ્રહ

"વલ્લભભાઈએ નરહરિ પરીખ, મોહનલાલ પંડ્યા તથા અબ્બાસ તૈયબજી ના સહયોગ સાથે ખેડા જિલ્લાના ગામવાસીઓને બ્રિટિશ સરકારને કર નહીં ભરીને રાજ્યવ્યાપી બળવામાં સહભાગી થવા કહ્યું. પરંતુ જયારે બળવો શરુ થયો અને ઝડપથી તેને સહાનુભુતિ તેમજ પ્રસંશા મળવા માંડી ત્યારે બ્રિટિશ સરકાર વલ્લભભાઈ સાથે સમજુતિ કરવા તૈયાર થઈ અને વરસ માટે કર નહીં ભરવા તથા તેનો દર ઓછો કરવા તેણે મંજુર થવું પડ્યું. આ ઘટના બાદ પટેલ ગુજરાતીઓ માટે નાયક તરીકે ઉભરી આવ્યા તથા ભારતભરમાં તેમના વખાણ થયા અને અંતે તેના પરિણામ સ્વરૂપે સરદાર પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના અધ્યક્ષ તરીકે ચુંટાયા. આ ઉપરાંત સરદાર પટેલે ગુજરાતમાં મદિરાપાનના અતિરેક, અસ્પૃશ્યતા તેમજ જાત-પાતના ભેદભાવના વિરોધમાં તથા નારી અધીકારની તરફેણમાં વિસ્તૃત કામ કર્યું. વલ્લભભાઈ ૧૯૨૨, ૧૯૨૪ અને ૧૯૨૭માં અમદાવાદ સુધરાઈના અધ્યક્ષ તરીકે ચુંટાયા હતા અને તેમના કાર્યકાળ દરમ્યાન અમદાવાદમાં ધરખમ સુધારાઓ થયા. ૧૯૨૩માં સરદાર પટેલે ભારતીય ધ્વજને નહીં ફરકાવવાના કાયદા સામે નાગપુરમાં સત્યાગ્રહની આગેવાની પણ કરી હતી.

સરદાર અને ભારત છોડો આંદોલન

ભારત છોડો આંદોલન એ ગાંધી દ્વારા સૂચવવામાં આવેલ એક પૂર્ણ કક્ષાનું અસહકાર આંદોલન હતું કે જેના દ્વારા દબાણપૂર્વક બ્રિટિશ શાસને ભારત છોડવાનું હતું. શરૂઆતમાં પંડિત નહેરુ, સી. રાજગોપાલાચારી, મૌલાના આઝાદ વગેરે એ આ દરખાસ્તની ટીકા કરી હતી, પરંતુ સરદાર પટેલ તેના પ્રખર ટેકેદાર બન્યા હતા. પટેલનો એવો દ્રષ્ટિકોણ હતો કે એક પૂર્ણકક્ષા નો ખૂલ્લો બળવો ભારતના લોકોમાં વેગપૂર્વક વિદ્યુત સંચાર ઉભો કરી તેમને ઉત્તેજિત કરશે જેના દ્વારા બ્રિટિશ શાસનને દબાણપૂર્વક કબૂલ કરવું પડશે કે હવે તેમના સંસ્થાનવાદી શાસનને ભારતમાં ટેકો અને સમર્થન મળશે નહિ તથા અહીં હવે તેમણે ભારતીયોને સત્તા સોંપવાનું કામ ઝડપથી ચાલુ કરી દેવું જોઈએ. ગાંધીએ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતી ઉપર બળવાને સ્વીકૃતી આપવા દબાણ કર્યુ કે જેના પરીણામે સમિતીએ છેવટે ૭મી ઓગસ્ટ ૧૯૪૨માં અસહકાર ચળવળને મંજુરી આપી હતી. પોતાની તબીયત કથળી હોવા છતાં સરદારે ભારતભરમાં મોટા જન સમુદાયોને સંબોધીને કર નહી ભરીને અસહકાર ચળવળમાં સામેલ થવા તથા મોટાપાયે ધરણા આયોજી સનદી સેવાઓને ઠપ કરવા કહ્યું હતું. પટેલે મુંબઈ સ્થિત ગોવાળીયા ટેંક મેદાનમાં ૧૦૦૦૦૦ લોકોની સામે ભાષણ પણ આપ્યું હતું.

સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું સ્વપ્ન સાકાર થયું

૧૯૪૭ ની શરૂઆતમાં બ્રિટીશ પ્રધાનમંત્રી ક્લિમેન્ટ એટ્લીએ જાહેરાત કરી હતી કે બ્રિટન ભારત છોડશે. તે એક ઐતિહાસિક ક્ષણ હતી. ફેબ્રુઆરી ૧૯૪૭માં હાઉસ ઓફ કોમન્સમાં આપેલા એક નિવેદનમાં એટ્લીએ જણાવ્યું હતું કે મેજેસ્ટી સરકાર જૂન ૧૯૪૮ સુધી ભારતીય હાથમાં સત્તા હસ્તાંતરણ કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે. લોર્ડ વેવેલની જગ્યાએ નવા વાઇસરોય તરીકે લોર્ડ માઉન્ટબેટનની નિમણૂક પણ કરવામાં આવી હતી. જૂન ૧૯૪૭ માં નિવેદન આપતા લોર્ડ માઉન્ટબેટને સત્તા હસ્તાંતરણ કરવાની તારીખ જૂન ૧૯૪૮ થી આગળ કરીને ઓગસ્ટ ૧૯૪૭ કરી હતી. 

પટેલ અને અન્ય ઘણાં લોકો જેઓએ સ્વતંત્રતા મેળવવાની સુંદર કલ્પના કરી હતી તેઓને માટે આઝાદીનું સ્વપ્ન હવે હાથવેંતમાં જ લાગતું હતું. પરંતુ તેમના પરિશ્રમની એક ભારે કિંમત ચૂકવવી પડી હતી. ભારતનું બે રાષ્ટ્રોમાં વિભાજન થવું અનિવાર્ય હતું જોકે પટેલે શરૂઆતમાં જીન્નાહના પાકિસ્તાનના વિચારને 'પાગલ સ્વપ્ન' તરીકે જ જાહેર કર્યું હતું, પરંતુ પાછળથી તેમને જણાયું હતું કે આ સત્ય કડવી ગોળીની જેમ ગળી જવાનું હતું.

એકીકરણ: તેમનો મહાન વારસો

જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં પોતાનો પગપેસારો કરવા માંડયો ત્યારે ભારતીય રાજ્યોના નવાબો અને રાજાઓને વ્યૂહાત્મક સાથીઓ તરીકે જોવામાં આવ્યાં હતા. કંપનીએ આ રાજ્યોના શાસકો પર સંધિ કરવાની ફરજ પાડી હતી જેના દ્વારા કંપનીને સર્વોત્તમ સત્તા તરીકે ઓળખવામાં આવી હતી. પરંતુ ઑગસ્ટ  ૧૯૪૭માં બ્રિટીશને પાછા ખેંચી લેવાથી, આ સર્વોચ્ચતાના અંત આવશે અને આ ભારતીય રાજ્યોના શાસકો ફરી એક વખત મુક્ત થશે. ભારતના કુલ પ્રદેશના બે પંચમાંશ ભાગમાં રજવાડાઓનો સમાવેશ થતો હતો. કેટલાક જેવાં કે હૈદરાબાદ અને કાશ્મીર તો કેટલાક યુરોપીયન દેશો કરતા પણ મોટા હતા. અન્ય કેટલાક તો નજીવી એસ્ટેટ અથવા તો થોડાં નાના ગામડાઓ ધરાવતી નાની જાગીર હતા. બધું મળીને કુલ આવાં ૫૬૫ રાજ્યો હતા કે જેમને ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ની મધરાત પછી ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાવા અથવા સ્વતંત્ર રહેવાની તક આપવામાં આવી હતી.

સંધિકાળ વર્ષો

સ્વતંત્રતાના સમયે, પટેલ ૭૨ વર્ષના હતા. રજવાડી રાજ્યોના જોડાણ તથા સંકલનનું કાર્ય તે લે એ પહેલા, તેમની તબિયત બગડવાની શરૂઆત થઈ હતી અને તેમને સંપૂર્ણ આરામ લેવાની સલાહ આપવામાં આવી હતી. તેમ છતાં, મુક્ત ભારતનાં પ્રથમ કેબિનેટના સભ્ય તરીકે, તેમણે આનાકાની વિના ત્રણ મંત્રાલયોની કમાન હાથમાં લીધી- હોમ, સ્ટેટ્સ અને ઇન્ફોર્મેશન. આ ઉપરાંત, તેઓ ભારતનાં નાયબ વડાપ્રધાન પણ હતા. આ સમયગાળા દરમ્યાન, જ્યારે જ્યારે નેહરુ વિદેશમાં પ્રવાસ કરતા ત્યારે, પટેલે વડા પ્રધાન બનવાની જવાબદારી પણ પોતાના ખભે ઉપાડી. જ્યારે રાજ્ય વિભાગના સેક્રેટરી, વી.પી. મેનન, સ્વતંત્રતાના સમયે પટેલને સમજાવતા હતા કે સ્વતંત્રતાના સ્વપ્નને પ્રાપ્ત કર્યા બાદ, તેમને નિવૃત્ત થવું ગમ્યું હોત, પટેલે તેમને કહ્યું કે આ સમય આરામ ફરમાવવાનો કે નિવૃત થવાનો બિલકુલ નથી કારણ કે યુવા રાષ્ટ્રને તેમની સેવાઓની જરૂરીયાત છે. પટેલે પણ મજબુત સ્વતંત્ર ભારતની રચના કરવાના પડકારને પામવા વધતી જતી ઉંમર અને ખરાબ સ્વાસ્થ્યની ચિંતાને કિનારે કરી હતી.

Launch Quiz

સમયરેખા

All Timelines

ભારત સમક્ષ મુખ્ય કાર્ય એ જ છે કે તે પોતાને એક સુસંબદ્ધ મજબૂત તથા અવિભાજ્ય સત્તામાં એકત્રિત કરી મજબૂત બનાવે....

જુવાન પુરુષો અને સ્ત્રીઓએ એક મજબૂત ચારિત્ર્યનું ઘડતર કરવાનું છે. એક રાષ્ટ્રની શ્રેષ્ઠતા તેનાં જનસમુદાયના ચારિત્ર્યમાં પ્રતિબિંબિત થાય છે. જો તેને સ્વાર્થવૃત્તિનું કલંક લાગ્યું હોય તો આવા લોકો સફળ થતા નથી કે મહાન વસ્તુઓ પ્રાપ્ત કરી શકતા નથી. સ્વાર્થવૃત્તિનું જીવનમાં એક સ્થાન હોય છે કારણ કે દરેકને પોતાની જરૂરિયાતો અને તેના પરિવારની જરુરિયાતો સંતોષવાની જરૂર પડતી હોય છે, પરંતુ તે કઈ સર્વેસર્વા કે જીવનનું બધું અંતિમ નથી.

દમનને પડકારવા માટે ચારિત્ર્ય ઘડતરના સામર્થ્યનું નિર્માણ કરવાની બે રીત છે અને તેના ફળસ્વરૂપે ઉભી થયેલી પ્રતિકુલીત મુશ્કેલીઓને સહન કરવાથી હિંમત અને જાગરૂકતા ઉત્ત્પન્ન થાય છે.

જ્યાં સુધી તમને ખબર ના પડે કે કેવી રીતે મૃત્યુ પામો છો ત્યાં સુધી કેવી રીતે મારી નાખવું તે શીખવું તમારી માટે નકામું છે. પાશવી અત્યાચારો દ્વારા ભારતને ફાયદો થશે નહીં. જો ભારતને લાભ થવાનો હશે તો તે અહિંસા દ્વારા પ્રાપ્ત થશે.

આ આપણી એક અહિંસક લડાઈ છે, તે ધર્મયુદ્ધ છે.

View all