Sardar Patel with brother as a lawyer

સરદાર પટેલે એક વકીલ તરીકે સ્વતંત્ર પ્રેક્ટિસ વર્ષ ૧૯૦૦ માં ગોધરામાંથી શરુ કરી હતી. ટૂંક સમયમાં જ વલ્લભભાઈ પટેલે પોતાને એક કાબેલ અને સક્ષમ ફોજદારી વકીલ તરીકે પ્રસ્થાપિત કરી લીધા. સરદાર પટેલ એક પ્રખર વકીલ હતા જે એક પ્રસંગ પરથી જણાશે કે જેમાં પટેલ એક સાક્ષીની ઉલટ-તપાસ ચલાવી રહ્યા હતા અને તે વખતે તેમને પોતાની પત્નીના અવસાનના દુ:ખદ ખબર મળ્યા પરંતુ જ્યાં સુધી તે કેસની કાર્યવાહી પુરી ન થઇ ત્યાં સુધી તેઓએ પોતાની તપાસ ચાલુ જ રાખી. તેમને એક બૅરિસ્ટર બનવું હતું તેથી સરદાર પટેલ વધુ અભ્યાસ માટે લંડન ગયા અને ત્યાં જેનો  અભ્યાસક્રમ ૩૬ મહિનાનો હતો તે તેમણે ફક્ત ૩૦ મહિનામાં જ પૂરો કર્યો.