Maulana Azad, Sardar Patel and Gandhi

ભારત છોડો આંદોલન એ ગાંધી દ્વારા સૂચવવામાં આવેલ એક પૂર્ણ કક્ષાનું અસહકાર આંદોલન હતું કે જેના દ્વારા દબાણપૂર્વક બ્રિટિશ શાસને ભારત છોડવાનું હતું. શરૂઆતમાં પંડિત નહેરુ, સી. રાજગોપાલાચારી, મૌલાના આઝાદ વગેરે એ આ દરખાસ્તની ટીકા કરી હતી, પરંતુ સરદાર પટેલ તેના પ્રખર ટેકેદાર બન્યા હતા. પટેલનો એવો દ્રષ્ટિકોણ હતો કે એક પૂર્ણકક્ષા નો ખૂલ્લો બળવો ભારતના લોકોમાં વેગપૂર્વક વિદ્યુત સંચાર ઉભો કરી તેમને ઉત્તેજિત કરશે જેના દ્વારા બ્રિટિશ શાસનને દબાણપૂર્વક કબૂલ કરવું પડશે કે હવે તેમના સંસ્થાનવાદી શાસનને ભારતમાં ટેકો અને સમર્થન મળશે નહિ તથા અહીં હવે તેમણે ભારતીયોને સત્તા સોંપવાનું કામ ઝડપથી ચાલુ કરી દેવું જોઈએ. ગાંધીએ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતી ઉપર બળવાને સ્વીકૃતી આપવા દબાણ કર્યુ કે જેના પરીણામે સમિતીએ છેવટે ૭મી ઓગસ્ટ ૧૯૪૨માં અસહકાર ચળવળને મંજુરી આપી હતી. પોતાની તબીયત કથળી હોવા છતાં સરદારે ભારતભરમાં મોટા જન સમુદાયોને સંબોધીને કર નહી ભરીને અસહકાર ચળવળમાં સામેલ થવા તથા મોટાપાયે ધરણા આયોજી સનદી સેવાઓને ઠપ કરવા કહ્યું હતું. પટેલે મુંબઈ સ્થિત ગોવાળીયા ટેંક મેદાનમાં ૧૦૦૦૦૦ લોકોની સામે ભાષણ પણ આપ્યું હતું. ૯ મી ઓગસ્ટે સરદારની ધરપકડ કરવામાં આવી અને તેમને સંપુર્ણ કોંગ્રસ કાર્યકરી સમિતીની સાથે ૧૯૪૨થી ૧૯૪૫ સુધી અહમદનગર કિલ્લાના કારવાસમાં બંદી તરીકે રાખવામાં આવ્યા હતા. ભારત છોડો આંદોલન ૧૮૫૭ ના બળવા બાદ સૌથી ગંભીર બળવો હતો. આ બળવાની અસર એટલી જબરદસ્ત હતી કે વર્ષ ૧૯૪૫માં જ્ચારે સરદારને મુક્ત કરવામા આવ્યા ત્યારે અંગ્રેજો ભારતીયોને સત્તા સોંપવાના પ્રસ્તાવ ઉપર કામ કરી રહ્યા હતા.