Sardar in Bardoli

"વલ્લભભાઈએ નરહરિ પરીખ, મોહનલાલ પંડ્યા તથા અબ્બાસ તૈયબજી ના સહયોગ સાથે ખેડા જિલ્લાના ગામવાસીઓને બ્રિટિશ સરકારને કર નહીં ભરીને રાજ્યવ્યાપી બળવામાં સહભાગી થવા કહ્યું. પરંતુ જયારે બળવો શરુ થયો અને ઝડપથી તેને સહાનુભુતિ તેમજ પ્રસંશા મળવા માંડી ત્યારે બ્રિટિશ સરકાર વલ્લભભાઈ સાથે સમજુતિ કરવા તૈયાર થઈ અને વરસ માટે કર નહીં ભરવા તથા તેનો દર ઓછો કરવા તેણે મંજુર થવું પડ્યું. આ ઘટના બાદ પટેલ ગુજરાતીઓ માટે નાયક તરીકે ઉભરી આવ્યા તથા ભારતભરમાં તેમના વખાણ થયા અને અંતે તેના પરિણામ સ્વરૂપે સરદાર પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના અધ્યક્ષ તરીકે ચુંટાયા. આ ઉપરાંત સરદાર પટેલે ગુજરાતમાં મદિરાપાનના અતિરેક, અસ્પૃશ્યતા તેમજ જાત-પાતના ભેદભાવના વિરોધમાં તથા નારી અધીકારની તરફેણમાં વિસ્તૃત કામ કર્યું. વલ્લભભાઈ ૧૯૨૨, ૧૯૨૪ અને ૧૯૨૭માં અમદાવાદ સુધરાઈના અધ્યક્ષ તરીકે ચુંટાયા હતા અને તેમના કાર્યકાળ દરમ્યાન અમદાવાદમાં ધરખમ સુધારાઓ થયા. ૧૯૨૩માં સરદાર પટેલે ભારતીય ધ્વજને નહીં ફરકાવવાના કાયદા સામે નાગપુરમાં સત્યાગ્રહની આગેવાની પણ કરી હતી.

બોરસદ તાલુકામાં સરકાર ડાકુઓ સામે લડવા માટે વધારાનો કરવેરો નાંખવાની પેરવીમાં હતી તેજ સમય દરમ્યાન પટેલે પોતાનો અવાજ ઊંચો કર્યો અને તાલુકાના દરેક ગામે કર ભરવાનો પ્રતિકાર કર્યો અને સંયુક્ત રહીને જમીન અને મિલ્કતને સરકારના કબ્જા હેઠળ જતા અટકાવી. આ લડતમાં વલ્લભભાઈની મુખ્ય ભુમિકા જુદી જૂદી જાત-પાતના લોકોને કે જેઓ ભિન્ન સામાજીક અને આર્થિક પાર્શ્વભૂમિથી સંકળાયેલા, તેમને સાથે લાવી તેમની વચ્ચે સુમેળ તથા વિશ્વાસ બેસાડવાની રહી. ૧૯૨૮ માં સરદારે પોતાનું ધ્યાન બારડોલી તરફ વળ્યું જ્યાં કપરો દુષ્કાળ પડ્યો હોવાથી તકલીફો વધી હોવા છતાં  ભારે કર વધારો કરવામાં આવ્યો હતો અને આમ પણ એ સમયે  કર અદાયગીનો પુર્ણ બહીષ્કાર કરવા એક ચળવળ ચાલુ કરવામાં આવી હતી. આ બારડોલી સત્યાગ્રહ દરમ્યાન તથા તેમાં વિજય મેળવ્યા બાદ વલ્લભભાઈ ને તેમના સાથીદારો અને અનુયાયીઓ ‘સરદાર’ના નામે સંબોધાવા લાગ્યા "