નાયબ વડાપ્રધાન તરીકે પટેલ

સ્વતંત્રતાના સમયે, પટેલ ૭૨ વર્ષના હતા. રજવાડી રાજ્યોના જોડાણ તથા સંકલનનું કાર્ય તે લે એ પહેલા, તેમની તબિયત બગડવાની શરૂઆત થઈ હતી અને તેમને સંપૂર્ણ આરામ લેવાની સલાહ આપવામાં આવી હતી. તેમ છતાં, મુક્ત ભારતનાં પ્રથમ કેબિનેટના સભ્ય તરીકે, તેમણે આનાકાની વિના ત્રણ મંત્રાલયોની કમાન હાથમાં લીધી- હોમ, સ્ટેટ્સ અને ઇન્ફોર્મેશન. આ ઉપરાંત, તેઓ ભારતનાં નાયબ વડાપ્રધાન પણ હતા. આ સમયગાળા દરમ્યાન, જ્યારે જ્યારે નેહરુ વિદેશમાં પ્રવાસ કરતા ત્યારે, પટેલે વડા પ્રધાન બનવાની જવાબદારી પણ પોતાના ખભે ઉપાડી. જ્યારે રાજ્ય વિભાગના સેક્રેટરી, વી.પી. મેનન, સ્વતંત્રતાના સમયે પટેલને સમજાવતા હતા કે સ્વતંત્રતાના સ્વપ્નને પ્રાપ્ત કર્યા બાદ, તેમને નિવૃત્ત થવું ગમ્યું હોત, પટેલે તેમને કહ્યું કે આ સમય આરામ ફરમાવવાનો કે નિવૃત થવાનો બિલકુલ નથી કારણ કે યુવા રાષ્ટ્રને તેમની સેવાઓની જરૂરીયાત છે. પટેલે પણ મજબુત સ્વતંત્ર ભારતની રચના કરવાના પડકારને પામવા વધતી જતી ઉંમર અને ખરાબ સ્વાસ્થ્યની ચિંતાને કિનારે કરી હતી.

પ્રધાન તરીકેની આ જવાબદારીઓ ઉપરાંત, પટેલ સંસદસભ્ય પણ હતા જે અવિકસિત રાષ્ટ્ર માટે બંધારણીય મુસદ્દાને તૈયાર કરી રહ્યા હતા. આ સંબંધમાં, તે એસેમ્બલીની લઘુમતીઓના પેટા-સમિતિના ચેરમેન હતા અને તેઓ બધા ભારતીયોને એક સમુદાય તરીકે એકત્રિત હોવાનું ઈચ્છતા ભારતના વિવિધ લોકો વચ્ચે અસ્તિત્વમાં રહેલા ઘણા મતભેદોને નાબૂદ કરવા બાબતે સંબંધિત હતા.

રાજ્યો વિભાગના પ્રભારી પ્રધાન તરીકે, પટેલે ૫૬૫ રજવાડી રાજ્યોને એકસાથે લાવવા અને ભારતના સંઘમાં તેમના વહીવટ, તેમની લશ્કરી વ્યવસ્થાઓ અને
પ્રણાલીઓનું સંકલન કરવાના સ્મારકરૂપી કાર્યને બાવડે ઉપાડ્યું. તેમણે રાજાઓ અને નવાબો સાથે મળવા માટે વ્યાપક પ્રવાસ કર્યા હતા, વાટાઘાટા માટે
ડઝનેક બેઠકો યોજી હતી અને સેંકડો પત્રો લખ્યા હતા. જયપુરની આવી એક સફર પર, તેમના વિમાનની એક અકસ્માતથી ભેટ થઇ હતી અને પટેલનો ખુબ
નજીકથી બચાવ થયો હતો.

જાન્યુઆરી ૧૯૪૮માં, તેમના સલાહકાર અને માર્ગદર્શક, ગાંધીનાં મૃત્યુથી પટેલને ખુબ આઘાત લાગ્યો હતો. માર્ચ ૧૯૪૮ માં તેઓ હદયરોગનાં હુમલાનો ભોગ બન્યા હતા. ત્યારબાદ તરત જ ચેતના પાછું મેળવવા પર, પટેલે કહ્યું હતું કે 'હું મારા બાપુનાં માર્ગે હતો. શા માટે તમે મને રોક્યો?' જે ગાંધી પ્રત્યેના તેમના ગહન જોડાણને દર્શાવે છે. તે પછી, તેઓ કહેતા સાંભળવા મળ્યા હતા કે 'ઠીક છે, મને ખબર છે કે બાપુ સાથે જોડાવાનો આખરી બુલાવો આવી રહ્યો છે, પરંતુ દેશ માટે હું જ્યારે કામ કરી શકું છું ત્યારે કામ કરવું જ જોઈએ.' નવેમ્બર ૧૯૫૦ માં, પટેલ આંતરડાનાં વિકાર અને ઉચ્ચ રક્ત દબાણથી ભારે બીમાર પડ્યા. તેમને વધુ સારવાર માટે બોમ્બે લઇ જવાયા હતા જ્યાં તેમની દીકરી મણીબેને તેમની ખુબ નિષ્ઠાથી સેવા કરી હતી. પરંતુ તેઓ હૃદય ઝાટકાનો ભોગ બન્યા અને ૧૫ મી ડિસેમ્બર, ૧૯૫૦ ના આરંભના કલાકોમાં, ભારતનાં લોહ પુરુષે છેલ્લી વખત તેમની આંખો બંધ કરી. ભારતના રાષ્ટ્રપતિ, રાજેન્દ્ર પ્રસાદ, વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને અન્ય ઘણા નેતાઓ પટેલના અંતિમ સંસ્કાર માટે મુંબઇ ગયા હતા, જ્યાં છ માઇલ લાંબુ સરઘસ ભારતના સૌથી મોટા નેતાઓમાંના એકને અંજલિ આપવાની રાહ જોઈ રહ્યું હતું. અંતિમ વિધિઓ બોમ્બેમાં ક્વીન્સ રોડના સ્મશાનગૃહમાં પટેલના પુત્ર, ડાહ્યાભાઈ દ્વારા કરાયી હતી.

'વલ્લભભાઈ શું પ્રેરણા, હિંમત, આત્મવિશ્વાસ અને બળ અવતાર હતા! તેમનાં જેવા ફરી આપણને જોવા મળશે નહી.' સી. રાજગોપાલાચારીએ ભારતનાં લોહ
પુરુષને શોભાસ્પદ શ્રદ્ધાંજલિ આપી હતી. મૌલાના આઝાદે પટેલની બહાદુરીને પહાડો સમાન ઊંચી અને તેમનાં દૃઢનિશ્ચયને પોલાદ જેવું મજબુત કહ્યું હતું.

સરદારની વિશે બોલતા નેહરુએ કહ્યું હતું કે 'ઈતિહાસ', 'તેમને નવા ભારતના ઘડવૈયા અને એકત્રીકરણ કરનારા તરીકે ઓળખશે'.