'સ્વચ્છતા વિશે બોલતા' પટેલે અમદાવાદના લોકોને કહ્યું કે તમારા સક્રિય સહકાર વગર 'મ્યુનિસિપલ પ્રસાશનના કોઈ પણ પ્રયત્નો શહેરને સ્વચ્છ રાખી શકશે નહીં'. જો તમે કચરાને શેરીમાં ફેંકવાને બદલે મ્યુનિસિપલ બોર્ડ દ્વારા પૂરા પાડવામાં આવેલ ડબામાં ફેંકશો તો તમે તમારા વિસ્તારને સ્વચ્છ બનાવશો, તેમજ બીમારીને ઘટાડવામાં મદદ કરશો અને તમારા જીવનમાં થોડા વર્ષો પણ ઉમેરશો.'

૧૯૨૪માં, વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ૧૯૨૮માં તેમણે રાજીનામું આપી દીધું ત્યાર સુધી તેમણે આ પદ ચાર વર્ષથી વધુ સમય સુધી સંભાળ્યું હતું. પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે શહેરના જુદા જુદા ભાગોનું નિરીક્ષણ કરવા પોતાના મિત્રો સાથે સવારે ચાલવા જવાનુંનું નક્કી કર્યું હતું. આ ચાલવા જવાના સમય દરમ્યાન સ્થાનિક લોકો સાથે વાત કરતા કરતા શહેરમાં સ્વચ્છતા, પ્રકાશ અને અન્ય જાહેર સગવડતાઓ સંબંધિત પરિસ્થિતિઓ સાથે પટેલ પોતે પરિચિત થતા હતા.

એક આરામદાયક ઓફિસમાં બેસીને અન્યોને હુકમો આપવાને બદલે પટેલ ખુદ પોતે અમદાવાદની શેરીઓ વાળવા માટે સ્વયંસેવકોની એક ટુકડી સાથે જોડાય ગયા. એક સાવરણી અને કચરાની એક ગાડી સાથે લઈને તેમણે શહેરના હરિજનવાસની સફાઈ શરૂ કરી. શહેરના નાગરિકો આશ્ચર્યથી ચકિત થઇ ગયા કારણકે તેઓએ આવું ક્યારેય પણ નિહાળ્યું ન હતું. જો કે સમાજના રૂઢિચુસ્ત તત્વોએ તેમની આ પદ્ધતિને માન્યતા આપી ન હતી અને કેટલાક લોકોએ તો તેમનો સામાજીક બહિષ્કાર કરવા માટે વાતચીત પણ કરી હતી, પરંતુ તેમની આ ચેષ્ટા યુવાન પેઢીને જચી ગઈ હતી અને તેઓએ શહેરને સ્વચ્છ રાખવા માટે પોતાના સ્વયંસેવકોની ટુકડીઓ બનાવી હતી.

શહેરમાં પાણીની વ્યવસ્થા સુધારવા માટે એક સપ્તાહની અંદર શહેરની બૅંકના વ્યવસ્થાપકો તથા મિલ માલિકો પાસેથી પટેલે રૂ. ૪૫,૫૦,૦૦૦ / - એકત્ર કર્યા. પાણીની વ્યવસ્થાના આધુનિકીકરણની સાથે સાથે તેમણે મ્યુનિસિપલ બોર્ડના કાર્યક્ષેત્રની અંદર આવતા સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને સ્વાસ્થ્ય તેમજ અન્ય દરેક બાબતની પરિસ્થિતિઓમાં સુધારો કરવા માટે પોતાને પ્રતિબદ્ધ કર્યા.

આ તસવીર ૧૯૨૯માં સરદાર પટેલને તેમના ભાઇ વિઠ્ઠલભાઈ પટેલ સાથે બતાવે છે.

DC Identifier
19YY-NAI-SP-65
DC Location
India
Free tags
DC Format
jpg
DC Language
English
DC Type
Image
Subject Classification
Family

Feedback Form