ભારતના દરેક નાગરિકે એ યાદ રાખવું પડશે કે તે એક ભારતીય છે અને તેને આ દેશમાં દરેકેદરેક અધિકાર છે પરંતુ ચોક્કસ કર્તવ્યો તથા ફરજો સાથે

દરેક નાગરિકની એ મુખ્ય જવાબદારી છે કે તેને લાગવું જોઈએ કે તેનો દેશ સ્વતંત્ર તથા આઝાદ છે અને તેના સ્વાતંત્ર્યનું રક્ષણ કરવું તે તેનું કર્તવ્ય અને ફરજ છે.

જો આપણે હજારોની સંપત્તિ ગુમાવવી પડે તથા આપણાં જીવનનું બલિદાન આપવું પડે તો પણ આપણે હસતાં રહેવું જોઈએ અને ઈશ્વરમાં અને સત્યમાં આપણી શ્રદ્ધા અને વિશ્વાસ જાળવી રાખવા જોઈએ.

સામર્થ્યના અભાવમાં શ્રદ્ધા કે વિશ્વાસ કોઈ સહાયભૂત કે ઉપયોગી નથી. કોઈપણ મહાન કાર્ય પૂર્ણ કરવા માટે શ્રદ્ધા અને સામર્થ્ય બંને અનિવાર્ય છે.

એકતા વિનાની માનવશક્તિ જ્યાં સુધી સુસંગત અને સુમેળતાથી એકરૂપ રીતે જોડાયેલ નથી ત્યાં સુધી તેનું કંઈ સામર્થ્ય નથી અને જયારે તે એકરાગથી જોડાય છે ત્યારે તે એક દિવ્ય શક્તિ બની જાય છે.

મારી એકમાત્ર ઇચ્છા એવી છે કે ભારત એક સારો ઉત્પાદક દેશ બનવો જોઈએ અને દેશમાં કોઈ પણ ભૂખ્યું ન હોવું જોઈએ કે ખોરાક માટે આંસુ ન પાડવું જોઈએ.

આ ભૂમિમાં કંઈક અજોડ છે, જે ઘણાં અવરોધો આવવા છતાં હંમેશા મહાન આત્માઓનું નિવાસસ્થાન રહ્યું છે.