જેટલો વિરોધી વધુ કટ્ટર તેટલો વધારે સ્નેહ આપણે તેમની તરફ દાખવવો જોઈએ. સત્યાગ્રહનું આ જ તો હાર્દ છે.

માનવતાના કે પ્રતિષ્ઠિત સજ્જનો વચ્ચેના યુદ્ધના કોઈ કાયદાઓ એવા લોકોની હત્યા કરવાની પરવાનગી નથી આપતા જેઓએ બચાવ માટે રક્ષણ તથા આશ્રયની માંગણી કરી છે.

...... અખબારોને તેમના મંતવ્યો વ્યક્ત કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ, પરંતુ પોતાની જવાબદારીઓનો પણ તેઓએ સ્પષ્ટપણે ખ્યાલ રાખવો જ જોઈએ. સ્વતંત્રતાને તેના પોતાનાં કર્તવ્યો તથા ફરજો છે.

આ દેશમાં કે જ્યાં હજી ગઈકાલે જ સ્વતંત્રતા હાંસલ થઇ છે...તેમાં જ્યાં સુધી આપણે સૌથી પહેલા કાયદો તથા વ્યવસ્થા પુન:સ્થાપિત નહીં કરીએ ત્યાં સુધી વિકાસ કે પ્રગતિ કરવી અશક્ય છે. ઉપરાંત ઉપરથી પાર્ટીશન આવી પડયું છે જેણે આપણાં કાર્યને કઠિન બનાવ્યું.

..... દેશમાં સૌ પ્રથમ જરૂરિયાત બાહ્ય તથા આંતરિક સુરક્ષાની હતી. જ્યાં સુધી સુરક્ષા અને સલામતી નહીં હોય ત્યાં સુધી આપણી કોઈ પણ યોજનાઓ પાર પડશે નહીં.

તમારી (પોલીસની) જવાબદારી સરકારની પ્રતિષ્ઠા જાળવવાની તથા નાગરિકોના સન્માનનું રક્ષણ કરવાની છે. તમે માત્ર ગુનો કે અપરાધની ભાળ કાઢીને અપરાધીઓને સજા કે દંડ કરો તે પુરતું નથી. તમારે લોકોનો સ્નેહ જીતવાની પણ જરૂર છે ....એક પોલીસ અધિકારી અથવા પોલીસો જેઓ પરિસ્થિતિને સંભાળતા સંભળતા પોતાનું આત્મસંયમ ગુમાવે છે તે આ પોલીસ દળનો એક સભ્ય બનવાને લાયક નથી.

તે પરિવર્તનવાદી વિધ્વંસક દળોનો આખરી તથા સદંતર વિનાશ નિશ્ચિત કરવા માટે આપણે આપણાં કરેલાં કાર્યની, પ્રાપ્ત કરેલી સફળતા કે નિષ્ફળતાના વ્યાપની સમીક્ષા કરવી જ જોઈએ ....

ભારતમાં .... આપણી સમક્ષ સામ્યવાદી પક્ષ તરીકે જાણીતા પરિવર્તનવાદી વિધ્વંસક સંગઠન છે, આપણી સતર્કતા દ્વારા અને સમયાંતરે લેવામાં આવતાં અસરકારક ઉપાયોને કારણે આપણે આ બધી પ્રવૃત્તિઓને કડકાઈ તથા ચોકસાઈપૂર્વક વિકેન્દ્રિત કરવામાં સફળ રહ્યાં છીએ ....

દરેક વ્યક્તિનું કર્તવ્ય છે કે તેણે રાષ્ટ્રીય ભાષા વિકસાવવી અથવા તો એવી કોઈ સેવાની કામગીરી કરવી કે જેને સમગ્ર ભારતમાં કોઇ પણ જાતના ખચકાટ કે સંદેહ વગર સ્વીકારવામાં આવે. હિન્દીનો પ્રચાર મહાસાગર જેટલો વિશાળ હોવો જોઈએ કે જેમાં ભારતની તમામ ભાષાઓ પોતાનું યથાયોગ્ય સ્થાન જાળવી શકે. રાષ્ટ્રીય ભાષા એ કોઈ પ્રાંત અથવા કોઈપણ સમુદાય કે કોમની ભાષા નથી.

એક કાયર તથા દૈન્ય અને તાબે થયેલ જાહેર જનતાની વફાદારીમાંથી કંઈ મેળવી શકાય તેવું નથી ....એક પરાક્રમી શૂરવીર, જેણે આ લડાઈની પ્રેરણા આપી છે તે કાયર અને ડરપોક વ્યક્તિઓને સૌથી મહાન વ્યક્તિમાં રૂપાંતરિત કરવા સક્ષમ છે.

અહીં કેટલાક યુવાન પુરુષો એમ માને છે કે આ દેશમાં હિંદુ રાજ હોવું જોઈએ અને એક માત્ર હિંદુ સંસ્કૃતિનું જ સ્થાન ભારતમાં છે. ગાંધીજી તે ભયાનક વિચારસરણી સામે લડતા હતા ....તેમણે જણાવ્યું હતું કે આપણો ઉદ્ધાર એકતા પર નિર્ભર છે.

પ્રથમ વખત આપણને પુખ્ત મતાધિકાર મળ્યો છે અને જો લોકો પોતાના મતાધિકારનો વ્યાજબી રીતે ઉપયોગ નહીં કરે અથવા તેમના મતાધિકારને સમજદારીથી નહિ વાપરે તો લોકશાહીતંત્રનું કાર્ય મુશ્કેલ બનશે અને આપણે ઘણું બધું ગુમાવવું પડશે.