પ્રસ્તાવના

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સ્થપાયેલ ભારતનું રાષ્ટ્રીય વર્ચ્યુઅલ પુસ્તકાલય (એનવીએલઆઈ) એ સંકલિત કરવામાં આવેલ વિશાળ ડિજિટલ સાધન સંપદાનું એક સ્રોત છે.

સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પુસ્તકાલયો તથા માહિતી અને વિજ્ઞાન ક્ષેત્રના વિકાસ માટે નિરંતર ધ્યાન આપવા માટે રાષ્ટ્રીય જ્ઞાન આયોગની ભલામણોના અનુસંધાનમાં તા. ૪થી મે, ૨૦૧૨ના રોજ એક જાહેરાતનામા નં. ૧૮-૪/૨૦૦૯_ લીબ (પીટી) મારફતે ભારતની રાષ્ટ્રીય વર્ચ્યુઅલ પુસ્તકાલય (એનવીએલઆઈ) ની રચના કરવામાં આવી છે. એનવીએલઆઈનો ઉદ્દેશ્ય ભારત વિષેની અને ભારતમાં આવિર્ભાવિત થયેલી માહિતીના વ્યાપક ડેટાબેઝને ડિજિટલ સાધન સંપદાના સ્રોતો ઉપર પ્રાપ્ત થવામાં સરળ બનાવવાનો છે. એનવીએલઆઈ એ એક વ્યાપક અને સંગઠિત ડેટાબેઝ છે જે વિસ્તૃત ડિજિટલ ડેટાને બહુભાષી સેવાઓ સાથે ઉપભોક્તાઓ માટે મૈત્રીપૂર્ણ રીતે ઉપયોગી થાય તેમ રજૂ કરે છે.

તમામ માહિતી સેવાઓ, વેબસાઇટ્સ, મોબાઇલ એપ્લિકેશન્સ જે બધી અમારી વેબ સાઇટ, મોબાઇલ એપ્લિકેશન્સ, ઇલેક્ટ્રોનિક સેવાઓ, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ, ક્રિયાપ્રતિક્રિયાત્મક સુવિધાઓ, ઓનલાઇન સેવાઓ અથવા અમારી કોઈપણ ઑનલાઇન પ્રવૃત્તિઓ જે અમે ધરાવીએ છીએ અથવા અમારા અથવા અન્ય દ્વારા નિયંત્રિત છે (સામૂહિક રીતે, "સાઇટ") તેના આ નિયમો અને શરતો, ગોપનીયતા નીતિ અને કૉપીરાઇટ નીતિ (એકંદરે, "સેવાની શરતો અને નીતિઓ"), એનવીએલઆઈ અને તેના કોઈપણ સંબંધિત આનુષંગિકો (સંયુક્ત રીતે, "એનવીએલઆઈ") દ્વારા સંકલિત કરવામાં આવેલી તમામ માહિતી વર્તમાન અને ભૂતપૂર્વ "ઉપભોક્તાઓ" માટે લાગુ થાય છે. શિક્ષણશાસ્ત્રીઓ, વિદ્યાર્થીઓ, સંશોધકો, વ્યાવસાયિકો, વહીવટી સ્ટાફ અને શિખાઉ ઉપભોક્તાઓ સહિત તમામ સભ્યો તેમજ શૈક્ષણિક, સામાજિક, આર્થિક, શારીરિક રીતે વંચિત જૂથો સહિત તમામ સભ્યો અથવા અન્ય લોકો જેઓને આ સેવા અથવા તેને સંબંધિત પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ દ્વારા ફાયદો થયો હોય તથા અન્ય જેઓ એનવીએલઆઈના ખાતેદાર છે તથા અમારી "સાઇટ" ના સભ્યો છે તેઓને બધાંને આ દસ્તાવેજનાં હેતુસર અમારી "સાઇટ" ના "ઉપભોક્તાઓ" તરીકે વર્ણવવામાં આવે છે.

આ વેબસાઇટની નીતિઓ ફેરફારને આધીન છે

જેમ જેમ અને જ્યારે જરૂરી હશે ત્યારે અમે આ "સેવાની શરતો અને નીતિઓના દસ્તાવેજ" માં થોડા ફેરફાર અથવા તેને અપડેટ કરીશું. આ દસ્તાવેજના ઉપરના જમણા ખૂણામાં અમે જે તારીખનો ઉલ્લેખ કર્યો છે, તે "છેલ્લે અપડેટ કરેલ", વિદ્યમાન તારીખ દર્શાવે છે. આ "સેવાની શરતો અને નીતિઓ" ની આવૃત્તિનું નવીનતમ સંસ્કરણ તમારા અધ્યયન માટે છે. તમે અગાઉની આવૃતિઓને પુરાણા સંકલિત સંસ્કરણો દવારા સંદર્ભિત કરી શકો છો.

બધા "ઉપભોક્તાઓ" ને "સેવાની શરતો અને નીતિઓ" કાળજીપૂર્વક વાંચવા વિનંતી છે. અમારી "સાઇટ" નો ઉપયોગ કરીને અને તેને ઍક્સેસ કરીને એમ માનવામાં આવે છે કે તમે "સેવાની શરતો અને નીતિઓ" થી સંમત થાઓ છો.

જો તમારી પાસે કોઈ પ્રશ્નો, સૂચનો અથવા તેને સંબંધિત બાબતો હોય તો કૃપા કરીને અમારો સંપર્ક કરો. તમારો પ્રતિસાદ તમને વધુ સારી રીતે સેવા આપવા માટે અમને સહાયરૂપ બનશે.

શરતો અને નિયમો

આ દસ્તાવેજ "નિયમો અને શરતો" સમજાવે છે. નીચે આપેલાં ફકરાઓના એક સર્વસામાન્ય ઝડપી નિરીક્ષણ માટે સરળ શીર્ષક સાથે સારાંશ આપવામાં આવ્યો છે. આ સારાંશો સત્તાવાર કાયદાકીય "નિયમો અને શરતો" નો ભાગ નથી.

          ૧. એનવીએલઆઈ અન્ય લોકો દ્વારા માલિકી ધરાવતી સામગ્રી એકત્રિત કરે છે.                                   "ઉપભોક્તાઓ" એ આ સામગ્રીના ઉપયોગના સંબંધમાં નૈતિક અધિકારો સહિતની                          તમામ કાનૂની શરતોનું પાલન કરવું આવશ્યક છે.

            એનવીએલઆઈની જવાબદારી એ છે કે તે સાહિત્યસામગ્રીને એકત્રિત કરી તેની સુવ્યવસ્થિત                   ગોઠવણ કરીને પ્રસ્તુત કરે. સાહિત્યસામગ્રી ઉપર એનવીએલઆઈની માલિકી નથી. આવી                       તમામ સાહિત્યસામગ્રીના બૌદ્ધિક સંપદા હકો તથા અન્ય તમામ માલિકીના અધિકારો જે તે                     સાહિત્યસામગ્રીનાં સંબંધિત માલિકો ધરાવે છે. અમારી સાઇટના બધા "ઉપભોક્તાઓ" નીતિઓ,             નિયમો અને શરતો અને આ પ્રકારની સાહિત્યસામગ્રી સાથે સંકળાયેલી કોઈ પણ પ્રકારની                       કાયદાકીય વ્યવસ્થાનો ખૂબ જ કાળજીપૂર્વક અભ્યાસ કરે એ ખુબ જરૂરી છે. અમારા દ્વારા                     હસ્તગત થયેલી અને હોસ્ટ કરવામાં આવેલી કેટલીક સામગ્રી ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ                   (ઓઈઆર) અને / અથવા ક્રિએટીવ કોમન્સ જેવી ઓપન લાઇસન્સ હેઠળ હોઈ શકે છે. બધાં                   "ઉપભોક્તાઓ" ને સૂચિત કરવામાં આવે છે કે તેઓએ આ સાહિત્યસામગ્રીનો ઉતારો કે નકલ                 કરતા પહેલાં અથવા તો ડાઉનલોડ કરતા પહેલાં તેમજ આ સાહિત્યસામગ્રીને બીજી કોઈ રીતે                   ઉપયોગમાં લેતા પહેલાં તેના માલિકો અથવા તો સંબંધિત લાગતાંવળગતાં સત્તાધારીઓ પાસેથી               તે માટેના બધાં પરવાનાઓની તથા તેવાજ સંબંધિત વૈધ કાનૂની દસ્તાવેજોની ચકાસણી કરવી                 જરૂરી છે. આ પ્રકારની સાહિત્યસામગ્રીનો વાસ્તવિક ઉપયોગ કરતા પહેલા "ઉપભોક્તાઓ" તેની             તમામ ચકાસણી ખંતપૂર્વક કરે તે જરૂરી છે. લેખકના "નૈતિક અધિકારો" ને બાધિત કરે તે રીતે                 "ઉપભોક્તાઓ" એ કોઈ પણ સાહિત્યસામગ્રીમાં ફેરફાર કરવા નહી. આ સાહિત્યસામગ્રીના                      દુરુપયોગના કિસ્સામાં સાહિત્યસામગ્રીના માલિક દ્વારા નુકસાની ભરપાઈ કરવા માટે શરૂ                     કરાયેલા કાનૂની કાર્યવાહીના અમલ અથવા દાવા માટે એનવીએલઆઈ જવાબદાર રહેશે નહીં. 

 

          ૨. એનવીએલઆઈ દ્વારા સુવ્યવસ્થિત કરવામાં આવેલ મેટાડેટા એકદમ ચોક્કસ ન પણ હોય

              એનવીએલઆઈ ઉપરોક્ત સામગ્રીને સુવ્યવસ્થિત કરવા માટે યોગ્ય કાળજી લે છે અને                            સુનિશ્ચિત કરે છે કે સાહિત્ય સામગ્રી સંબંધિત મેટાડેટા જેમ કે શીર્ષક, વર્ષ, કૉપિરાઇટ,                            વર્ગીકરણ, વગેરે સચોટ છે. એનવીએલઆઈ ઉપરોક્ત સામગ્રીને સુવ્યવસ્થિત કરવા માટે યોગ્ય                કાળજી લે છે અને એ સુનિશ્ચિત કરે છે કે સાહિત્ય સામગ્રી સંબંધિત મેટાડેટા જેમ કે શીર્ષક,                      વર્ષ, કૉપિરાઇટ, વર્ગીકરણ, વગેરે સચોટ છે. મેટાડેટા "ઉપભોક્તાઓ" ની સુવિધા માટે અને                    સાહિત્ય સામગ્રીની શોધ કરવા તેમજ તેને સરળતાથી મેળવવા માટે બનાવવામાં આવ્યું છે.                    આ મેટાડેટામાં અથવા સાહિત્યસામગ્રી બાબતે થયેલી કોઈ પણ પ્રકારની શરતચૂક કે                              અનુપસ્થિતિને કારણે પડનારી ખોટ કે નુકસાન માટે એનવીએલઆઈ જવાબદાર નથી.

         ૩. વપરાશકર્તાઓએ સંબંધિત સાહિત્ય સામગ્રીના માલિક દ્વારા સુનિશ્ચિત કરેલા વપરાશના                હકોમાં ફેરફાર કરવા નહીં.

              "ઉપભોક્તાઓ" ને તાકીદ કરવામાં આવે છે કે આ "સાઇટ" પર પ્રદર્શિત કરવામાં આવેલ                         સાહિત્યસામગ્રી સંબંધિત કોઈપણ કરારો, સેવાની શરતો અને ગોપનીયતા નીતિઓનું                             અનુપાલન કરવાનું તેઓએ સુનિશ્ચિતતાપૂર્વક માન્ય રાખવું જરૂરી છે. તેમજ કોઈ પણ કાનૂની                   સૂચનાઓ, બૌદ્ધિક સંપદાના વપરાશની શરતોમાં તેઓને ફેરફાર કરવા અનુમતિ નથી.                           સાહિત્યસામગ્રીના માલિક દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલ પરવાનાની શરતોનું પાલન બધા જ                   "ઉપભોક્તાઓ" એ કરવું જરૂરી રહેશે. સાહિત્ય સામગ્રીના માલિક દ્વારા દાખલ કરવામાં                         આવેલા નુકસાનીના દાવા માટે અથવા તો કોઈપણ કાનૂની કાર્યવાહીના અમલ માટે                               એનવીએલઆઈ જવાબદાર રહેશે નહીં.

          ૪. પ્રદર્શિત કરવામાં આવેલ સાહિત્ય સામગ્રી યોગ્ય અથવા પર્યાપ્ત ન પણ હોય.

              મોટા ભાગની સાહિત્ય સામગ્રી બહુધા જેમ પ્રાપ્ત થઇ છે તે જ રીતે એનવીએલઆઈની "સાઇટ"                પર પ્રદર્શિત અથવા હોસ્ટ કરવામાં આવી છે. "ઉપભોક્તાઓ" ની સગવડ માટે ક્યારેક કેટલીક                સાહિત્ય સામગ્રી થોડાં ઘણાં વિચારપૂર્વકના વાજબી ફેરફારો બાદ પ્રદર્શિત કરવામાં આવી                      હોય શકે. તમારા અપેક્ષિત હેતુસિદ્ધિ માટે તેની પૂર્ણતા અથવા યોગ્યતાની ગુણવત્તા માટે                        એનવીએલઆઈ જવાબદાર નથી. આ સાહિત્ય સામગ્રી કદાચ અસ્પષ્ટ, ઉશ્કેરણીજનક,                          નિર્ધારિત વાચકોના ઉપયોગ માટે મર્યાદિત હોય શકે, પ્રોત્સાહિત કરનાર, અપમાનકારક,                        દખલકારક, વિચિત્ર, ભ્રામક, કપટપૂર્ણ અન્યથા વાંધાજનક હોઈ શકે છે. અહીં કેટલીક સામગ્રી                  એવી પણ હોય શકે છે કે જેના ઉપયોગ માટે વડીલો, શિક્ષકો અથવા વાલીઓ દ્વારા માર્ગદર્શન                અને દેખરેખની દેખરેખ જરૂર પડે. "ઉપભોક્તાઓ" એ સાહિત્ય સામગ્રીના માલિક દ્વારા                          સામગ્રીના વપરાશ માટે ઉલ્લેખિત કરેલાં દિશાનિર્દેશો અથવા ઉપયોગ માટેની                                      માર્ગદર્શિકાઓનું પાલન કરવું આવશ્યક છે. યોગ્ય દિશાનિર્દેશો વગર કરાયેલા વપરાશને લીધે                  થયેલા નુકસાન માટે એનવીએલઆઈ જવાબદાર રહેશે નહીં. પોતાના ઉપયોગની હેતુ સિદ્ધિ                    માટે સાહિત્ય સામગ્રીની સચોટતા, પૂર્ણતા અને યોગ્યતા ચકાસવા માટે "ઉપભોક્તાઓ" ને                      સલાહ આપવામાં આવે છે. સાહિત્ય સામગ્રીના ઉપયોગ કરતા પહેલાં તેઓએ બધાં                                દિશાનિર્દેશો, કાનૂની સ્થિતિ, વાંચન સામગ્રી મેળવવાની નીતિ, બૌદ્ધિક સંપદા નીતિ, નિયમો                  અને શરતો, કાયદાકાનૂન તથા શિષ્ટચારો તેમજ અન્ય બધી માહિતીઓનું અનુસરણ કરવું પણ                  જરૂરી છે. આવી માહિતીનું મૂલ્યાંકન કરતી વખતે તમામ યોગ્ય સાવચેતી લેવાની જવાબદારી                  એકમાત્ર "વપરાશકર્તા" ની જ રહેશે.

           ૫. સાઇટ પર પ્રદર્શિત કરવામાં આવેલ સાહિત્ય સામગ્રી કાયમી હોય શકતી નથી

              અહીં દર્શાવવામાં આવેલી સાહિત્ય સામગ્રીનું કાયમીપણું સાચવવા માટે વિચારપૂર્વકની                           યોગ્ય કાળજી લેવામાં આવે છે, તેવી જ રીતે એનવીએલઆઈ તેની મુનસફી પ્રમાણે કેટલીક                     સાહિત્ય સામગ્રીમાં બદલાવ લાવવો કે સુધારો વધારો કરી શકે છે અને તેથી જ સામગ્રીની                       અવિરત તથા ભૂલચૂક વગરની ઉપલબ્ધતાની બાંયધરી આપતું નથી.

           ૬. પોતાના ઉપકરણો અને ડેટાની સુરક્ષા માટે ઉપભોક્તાઓ જવાબદાર રહેશે

               એનવીએલઆઈ સ્ટાન્ડર્ડ સુરક્ષા પ્રોટોકોલ્સનું પાલન કરશે અને કોઈપણ સાઇબર                                 હુમલાઓમાંથી "સાઇટ" ને સુરક્ષિત રાખવા માટે વાજબી સાવચેતી રાખશે. જો કે, આવા                       હુમલા ક્યારેય થશે નહીં તે માટેની અમે કોઈપણ પ્રકારની બાંયધરી (ક્યાં તો સ્પષ્ટ અથવા                       ગર્ભિત) આપતા નથી. કોઈપણ પ્રકારના અથવા કોઈપણ સ્રોતમાંથી થનાર સાયબર                               હુમલાથી તેમના પોતાના ઉપકરણો સલામત રહે તેની સુનિશ્ચિત ખાતરી કરવી                                       "ઉપભોક્તાઓ" માટે જરૂરી રહેશે. આ સાહિત્ય સામગ્રી ડાઉનલોડ અથવા ઍક્સેસ કરતી                     વખતે "ઉપભોક્તાઓ" એ યોગ્ય સાવચેતી લેવાની રહેશે. આવી આકસ્મિક કે અણધારી                           ઘટનાઓને કારણે થનારા નુકશાન માટે અમે જવાબદાર કે કાયદેસર બંધાયેલા નથી. 

            ૭. "ઉપભોક્તાઓ" એ લોગ ઈન કરવાની પ્રમાણભૂત ઓળખની ગોપનીયતા                                      જાળવવાની અને આ સાહિત્ય સામગ્રીના વાજબી તથા બિન-ઉલ્લંઘનીય ઉપયોગ                          કરવા માટે સુનિશ્ચિત કરવું પડશે

               અમારી "સાઈટ" ઍક્સેસ કરતી વખતે "ઉપભોક્તાઓ" એ જાહેર કરે છે કે આ સાહિત્ય                           સામગ્રી વાજબી અથવા બિન-ઉલ્લંઘનીય રીતે ઉપયોગમાં લેવાશે. "ઉપભોક્તાઓ" એવી                       પણ જાહેરાત કરે છે કે તેઓ કોઈ પણ નીતિ, નિયમો કે શરતોનું ઉલ્લંઘન કરશે નહીં જેના                       દ્વારા કોઈ કાનૂની જવાબદારી કે કાર્યવાહી ઉભી થાય. અન્ય "ઉપભોક્તાઓ" ના કાર્યમાં                         અથવા એનવીએલઆઈના કર્મચારીઓ, સર્વર્સ તથા અન્ય સાધનસંપત્તિના સ્રોતોમાં                              "ઉપભોક્તાઓ" દખલ ન કરે તે  જરૂરી છે. પોતાના લોગ ઈન આઈડી અને પાસવર્ડની                            ગુપ્તતા જાળવી રાખવા માટે અને અન્ય લોકો સાથે તેની વહેંચણી ન કરે તે "વપરાશકર્તાઓ"                    ના પોતાના જ હિતમાં રહેશે.
            અમારી સેવાઓનો ઉપયોગ કરવાથી અમારા દ્વારા પુરી પાડવામાં આવેલી આ સાહિત્ય                           સામગ્રી અથવા સેવાઓ ઉપર "ઉપભોક્તાઓ" ને કોઈ અધિકાર રહેતો નથી.

            ૮. ઉપભોક્તાઓના ખાતાઓ નિષ્ક્રિય થવાની શક્યતા રહે છે

               એનવીએલઆઈ કોઈ પણ સમયે લેખિત નોટિસ દ્વારા ("સાઇટ" પર ઇમેઇલ અથવા                                નોટિસ સહિત) કોઈપણ સમયે કોઈપણ વપરાશકર્તાને પૂરાં પાડવામાં આવેલ લોગ ઈન                          અથવા પાસવર્ડને નિષ્ક્રિય કરી શકે છે અથવા તો કોઈ પણ "ઉપભોક્તા" ને "સાઈટ"                              ઍક્સેસ કરતા અટકાવી શકે છે.

         ૯. નામ અને લોગોનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે

             આગોતરી અનુમતિ વગર "એનએમએલ", "રાષ્ટ્રીય પુસ્તકાલય મિશન", "એનવીએલઆઇ",                      "ભારતનું રાષ્ટ્રીય વર્ચ્યુઅલ પુસ્તકાલય" અને તે બધાંના લોગો, સીલ અને તેના કોઈપણ વિભિન્ન                પરિવર્તનો નો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી સિવાય કે અમારા "ક્રિએટીવ                   કોમન્સ લાઇસેંસ, સીસીબીવાય ૪.૦" અનુસાર આરોપણનાં હેતુસર તે આવશ્યક હોય.                           "એનએમએલ", "રાષ્ટ્રીય પુસ્તકાલય મિશન", "એનવીએલઆઈ", "ભારતનું રાષ્ટ્રીય વર્ચ્યુઅલ                     પુસ્તકાલ" દ્વારા સમર્થન મેળવવાનું દર્શાવતું હોય અથવા એવી કોઈ પણ પ્રવૃત્તિ કે જે                             "એનએમએલ", " રાષ્ટ્રીય પુસ્તકાલય મિશન"," એનવીએલઆઈ"," ભારતનું રાષ્ટ્રીય વર્ચ્યુઅલ                     પુસ્તકાલય" વગેરે સાથે સંબંધ હોવાનું પ્રમાણભૂત કરતુ હોય અથવા કે જે પ્રમોશન અથવા                       વ્યાપારીકરણ માટે વાપરવાનું હોય એવા ઉપયોગના કોઈપણ પ્રયોજન ઉપર સખત પ્રતિબંધ                   મુકવામાં આવે છે.

           ૧૦. ઉપભોક્તાઓ તેમના ખોટ, નુકસાની વગેરે માટે એનવીએલઆઈને જવાબદાર ન                           માનવા માટે સંમત થાય છે.

              આ "સાઇટ" પરના "ઉપભોક્તાઓ" "એનવીએલઆઇ" અને તેના કર્મચારીઓ,                                      પેટાકંપનીઓ, આનુષંગિકો, એજન્ટો, અધિકારીઓ, ડિરેક્ટર, તથા અન્ય કોઈપણને પણ                        નિર્દોષ ગણશે અને આ "સાઇટ" પર પૂરી પાડવામાં આવેલ / સંપાદિત કરેલી / ફેરફાર કરવામાં                  આવેલી / અપડેટ કરેવામાં આવેલ અથવા ઉપભોક્તા દ્વારા સાહિત્ય સામગ્રીઓનો ઉપયોગ                     કરવા માટેની અસમર્થતા અથવા તેનો અનધિકૃત ઉપયોગ કરવા માટે સંબંધિત અથવા                           આકસ્મિક રીતે ઉદ્ભવતા, અને / અથવા શરુ કરવામાં આવેલ કાર્યવાહીઓ, તમામ                               જવાબદારીઓ, ખોટ, દાવા, નુકસાની, ખર્ચ (એટર્નીની વાજબી ફી સહિત, પરંતુ તે મર્યાદિત                   નથી) કે નુકશાની ભરપાઈ કરી આપવા માટે સંમત થાય છે. કોઈ પણ સંજોગોમાં, પ્રતિબંધ                     વિના, બેદરકારી, કોઈપણ સીધા, પરોક્ષ, આકસ્મિક, પરિણામરૂપ, વિશેષ અને અનુકરણીય                   અથવા સીધી કે પરોક્ષ નુકસાની, દૂરવર્તી નુકસાન / માહિતીનું નુકશાન, સન્માનનું નુકશાન                     અથવા અન્ય અમૂર્ત કે અગોચર નુકશાની, આવકમાં નુકશાની, નફામાં નુકશાની, ધંધાનું                         નુકશાન, તકો ગુમાવવી, આરોગ્યની નુકશાની, પ્રતિષ્ઠાની નુકશાની વગેરે સહિતના કોઈપણ                   પ્રકારના નુકસાન, અથવા તો આવી નુકસાનીની શક્યતા અંગે સલાહ આપવામાં આવી હોય                   તેવાં કોઈ પણ સંજોગોમાં ઉપભોક્તાઓ તરફ "એનવીએલઆઇ" અથવા તેના સહયોગીઓ                     જવાબદાર કે કાયદેસર બંધાયેલા નથી.

           ૧૧. આ "સેવાની શરતો અને નીતિઓ" ભારતના યોગ્ય કાયદાઓ દ્વારા શાસિત રહેશે