૨૫ વર્ષની ઉંમરે પટેલે વકીલની પરીક્ષા પાસ કરી અને તેઓએ એક લાલ પાટીદાર પઘડી સહીત પોતાનાં ઝભ્ભા અને ધોતી ઉપર વકીલનો એક કાળો કોટ પહેરવાનું શરૂ કર્યું.

ગોધરા પહોંચીને તેમણે એક મિત્ર પાસેથી નાણાં ઉછીના લીધા અને એક ઘર ભાડે લીધું. એક હરાજીમાંથી તેમણે કેટલુંક ફર્નિચર ખરીદ્યુ હતું જેમાં કેટલીક ખુરશીઓ, એક ટેબલ, કેટલાક લાંબા ગોળ તકિયાઓ તથા કેટલાક ચોરસ વારની શણની સાદડીઓનો સમાવેશ થયો હતો અને આ સાથે જ તેમણે એક વકીલ તરીકેની પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અહીં તેઓ ઝવેરબા, જેમની સાથે તેમણે નવ વર્ષ અગાઉ લગ્ન કર્યાં હતાં તેમની સાથે સ્થાયી થયા અને છેવટે તેમણે તેમની પત્ની સાથે મળીને તેમના લગ્નજીવનના સહવાસની શરૂઆત કરી હતી.

તેમણે મોટે ભાગે ફોજદારી કેસો સ્વીકાર્યા હતા અને તેમની કારકિર્દીની પ્રગતિ ઝડપી અને નોંધપાત્ર હતી. આ પ્રગતિ વચ્ચે, એક ઘેરી અને છૂપી દહેશત મંડરાઈ રહી હતી. ભયાનક દારુણ પ્લેગ.

રોગગ્રસિત બનેલા એક મિત્રની સારવાર સુશુશ્રા કરતા કરતા વલ્લભભાઈ પોતે રોગનો ભોગ થઈ ગયા હતા. વલ્લભભાઈએ પોતાની પત્નીને એક સહીસલામતી સ્થાને મોકલી દીધી અને કેટલાક સ્રોતો કહે છે તેમણે પોતે નડિયાદમાં એક જીર્ણશીર્ણ ખંડીયેર મંદિરમાં આશરો લીધો હતો અને સ્વયતને જ રોગમુક્ત થયા હતા.

DC Identifier
19YY-NAI-SP-173
DC Location
Kheda,India
Free tags
DC Format
jpg
DC Type
Image
Subject Classification
વ્યવસાયિક જીવન

Feedback Form