૧૯૩૧માં હજી તો જેલમાંથી મુક્ત થયા જ હતા ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કરાચી સત્રમાં પટેલ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

સત્રમાં તેમના ભાષણ દરમ્યાન તેમણે કહ્યું કે, 'હું જાણું છું કે રાષ્ટ્રના પ્રથમ નોકર તરીકે તમે કરેલી મારી પસંદગી એટલા માટે નથી થઇ કે જે કંઈક થોડું ઘણું મારાથી શક્ય તે મે કર્યું છે, પરંતુ ગત વર્ષોમાં ગુજરાતે આપેલાં આશ્ચર્યકારક બલિદાનોની સ્વીકૃતિ રૂપે કદર કરી છે.

પ્રમુખ તરીકેનો તેમનો કાર્યકાળ એવા સમયે આવ્યો જ્યારે લાહોરમાં પોલીસ અધિકારી સેન્ડર્સની હત્યા કરવા બદલ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી અને ત્રણ દેશભક્તોના મૃત્યુ પામવાને કારણે રાષ્ટ્ર ક્રોધિત થઇ ઉઠ્યું હતું. આ સંદર્ભમાં કોંગ્રેસ પક્ષ રાજકીય હિંસા અને બળ સાથે કોઇ પણ સ્વરૂપમાં અસહમતિનું વલણ જાળવવાની ઇચ્છા ધરાવે છે એવો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ માટે કરાચીમાં સંમેલન દરમ્યાન ગાંધી અને અન્ય નેતાઓ સમક્ષ 'ભગતસિંહ ઝિંદાબાદ' ના નારા પાડવામાં આવ્યા હતા.

આ બધાં તોફાન તથા ધાંધલ ધમાલની વચ્ચે, સત્રના પ્રમુખ તરીકે સંમેલનને સંબોધવા માટે પટેલ ઊભા થયા. તેમની સામાન્ય શૈલીની જેમ તેમણે નકામા શબ્દો વગર પોતાની વાત રજૂ કરી હતી પરંતુ સાથે સાથે બધીજ સંબંધિત તથા નીસબત ધરાવતી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. 'હું અહીં ભેગા થયેલા યુવાનોની લાગણીઓ સાથે સહાનુભૂતિ અનુભવું છું. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના સહાનુભૂતિ વગરના ફરમાવવામાં આવેલાં કઠોર દેહાંતદંડ, જેણે રાષ્ટ્રને ઊંડા રોષ સાથે ભરી દીધું છે, તેના અમલ પર તેમને ગુસ્સો વ્યક્ત કરવાનો અધિકાર છે. ભલે હું મારી જાતને તેમની કાર્યપદ્ધતિઓથી અભિન્નપણે જોડી શકતો નથી; તેમ છતાં દેશભક્તિ, બલિદાન અને આ માણસોની હિંમત તરફ મને અનહદ પ્રશંસા છે'.

તેમના ભાષણની ઇચ્છીત અસર પડી હતી અને કોંગ્રેસના ઠરાવને પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમના સમગ્ર જીવન દરમિયાન સરદાર હૃદય સોંસરવું ઉતરી જાય તેવું સીધું અને સરળ બોલવા માટે જાણીતા હતા. તેમના ભાષણોની અવધિ લાંબા સમય સુધીની ન હતી પરંતુ તે ભાષણોમાં એવા શબ્દો પ્રયોજવામાં આવતા જે માણસોને કાર્યાન્વિત થવા માટે જાગ્રત કરી દેતા હતા.

આ તસવીર કોંગ્રેસના એક અધિવેશનમાં સરદાર પટેલને આચાર્ય કૃપલાણી, શંકરરાવ દેવ અને કમલાદેવી ચટ્ટોપાધ્યાય સાથે બતાવે છે.

DC Identifier
19YY-NAI-SP-154
DC Location
India
Free tags
DC Format
jpg
DC Type
Image
Subject Classification
Indian National Congress

Feedback Form