"એનવીએલઆઈ" કૉપિરાઇટ સંપદાના અધિકારો અને અન્ય સ્વામીત્વ ધરાવતી સામગ્રીના માલિકોના અધિકારોનો આદર કરે છે. આ કૉપીરાઇટ નીતિ અમારી "સેવાની શરતો અને નીતિઓ" માં શામેલ છે, જ્યારે પણ તમે અમારી "સાઇટ" નો ઉપયોગ કરશો ત્યારે તમને આ પણ લાગુ પડે છે.

જો તમને એમ લાગે કે તમે એનવીએલઆઈ દ્વારા પ્રદર્શિત કરાયેલ અથવા તો હોસ્ટ કરેલી કોઈપણ સામગ્રીના સર્જક અથવા માલિક છો અને આવી સામગ્રી પર કૉપિરાઇટ સંપદા અધિકાર ધરાવો છો તો તમને વિનંતી કરવામાં આવે છે કે આપ તરત જ એનવીએલઆઈનો સંપર્ક કરો. મહેરબાની કરીને નોંધ કરો કે કોઈપણ કૉપીરાઇટ અથવા કૉપિરાઇટ સંપદા અધિકારના ઉલ્લંઘન કરવાનો એનવીએલઆઈનો ઉદ્દેશ્ય નથી.

અમને આવશ્યક પગલાં લેવા સક્ષમ બનાવવા માટે કૉપિરાઇટ માલિક અથવા કૉપીરાઇટ માલિકના કાનૂની પ્રતિનિધિએ તેમના કૉપિરાઇટ અધિકારોના દસ્તાવેજનો દસ્તાવેજીકૃત પુરાવો આપવો જોઈએ અને તેઓ જે સંદર્ભ આપી રહ્યાં છે તેમજ તેઓ માનતા હોય કે એનવીએલઆઈની "સાઇટ" પર કયા સ્થાન પર તે પ્રદર્શિત કરવામાં આવેલ છે તે બાબતનો તેઓ તેમાં ચોક્કસ ઉલ્લેખ કરે.

તમને એમ પણ પણ વિનંતી કરવામાં આવે છે કે કથિત કૉપીરાઇટ માલિક અથવા કૉપીરાઇટ માલિકના કાનૂની પ્રતિનિધિએ પત્રવ્યવહાર માટે અધિકૃતતા, સરનામું, ટેલિફોન નંબર અને ઇમેઇલ સરનામુ ધરાવતું એક નિવેદનપત્ર આપવું. અમે આપને એમ પણ સૂચિત કરવા માંગીએ છીએ કે અધિકૃતતા વગરના કોઈ પણ પત્રવ્યવહાર પર કાર્યવાહી કરવામાં આવશે નહીં.

જ્યાં સુધી સૂચિત કરવામાં ન આવે ત્યાં સુધી અમે કોઈપણ કૉપિરાઇટના ઉલ્લંઘન માટે જવાબદાર નથી અને તે કેવળ કૉપિરાઇટ માલિકની જવાબદારી છે.