૩૧ ઓક્ટોબર ૨૦૧૬ના રોજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં હસ્તે "યુનાઈટીંગ ઇન્ડિયા: ધ રોલ ઓફ સરદાર વલ્લભભાઇ પટેલ" ની ડિજિટલ પ્રદર્શનીનું ઉદ્ઘાટન થયું હતું.

સ્થાયી સ્થળ: નેશનલ સાયન્સ સેન્ટર, ગેટ ક્રમાંક ૨ની બાજુમાં, પ્રગતિ મેદાન, નવી દિલ્હી - ૧૧૦ ૦૦૧.
કેન્દ્ર વિશે અને તેનાં ખુલવાના સમય વિશેની માહિતી તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

મોબાઇલ મ્યુઝિયમ: દેશના વિવિધ ભાગોમાં પ્રવાસીય પ્રદર્શનીને આયોજવામાં આવશે. જાહેરાત અહીં અને અન્ય માધ્યમોમાં કરવામાં આવશે.

પ્રદર્શની મુલાકાતીઓ માટે અનન્ય ડિજિટલ અનુભવ પૂરો પાડે છે:

    ૧. વિશાળ ઇમર્સિવ પ્રોજેક્શનો,
    ૨. પ્રોજેક્શનો સાથે જોડાયેલ ટચ સ્ક્રીન મોનીટરો,
    ૩. ઑડિઓ-માર્ગદર્શિકાઓ, ઑડિઓ-સ્પોટ્સ,
    ૪. વિશાળ મલ્ટી-ટચ ટેબલ્સ,
    ૫. હોલોગ્રાફીક પ્રોજેક્શનો, ઇલેક્ટ્રોનિક સર્કિટ અને પ્રોજેક્શન આધારિત ઇન્ટરફેસો, મલ્ટી-સ્ક્રીન પ્રોજેક્શનો,
    ૬. ઓગમેન્ટેડ રિઆલીટી કિઓસ્ક, સ્લાઈડીંગ-ટાઈપ વિઝ્યુઅલ સીકર, ઓક્યુલસ વીઆર,
    ૭. ૩ડી પ્રિન્ટિંગ, ગ્રાફ્ફીટી વોલ પેઈનટીંગ,
    ૮. વર્ચ્યુઅલ ફ્લીપ-બુકો, મગજ-તરંગોથી નિયંત્રિત એપ્લીકેશનો, માહિતી પટલો વગેરે.