સરદાર પટેલ પોર્ટલ એ સંસ્કૃતિ મંત્રાલય, રાષ્ટ્રીય પુસ્તકાલય મિશનના નેજા હેઠળ ભારતની રાષ્ટ્રીય વર્ચ્યુઅલ પુસ્તકાલય દ્વારા ભારતની સુવિખ્યાત અને જાણીતી વ્યક્તિઓ વિષેની પુરાણી માહિતી જે સંકલિત કરવામાં આવેલાં જાહેર તથા ખાનગી એવાં બન્ને સંગ્રહોમાં ઉપલબ્ધ હતી તેને જાહેર જનતા સમક્ષ અભિવ્યક્ત કરવા હાથ ધરવામાં આવેલ એક પ્રયાસ છે. હાલમાં આ વેબસાઇટ સૌ પ્રથમ વાર એક જ સ્થાન ઉપર સંગ્રહિત કરવામાં આવેલી પુરાણી માહિતી ( ૧૦૦૦ થી ઉપર ચિત્રો, ૮૦૦ દસ્તાવેજો, ઘણાં બધાં ઑડિઓ તથા વિડિઓ રેકોર્ડિંગ્સ) પ્રદર્શિત કરે છે, જે મહાન નેતાને જીવંત તાદૃશ કરે છે કે જેમના વિશાળ ખભાઓ ઉપર ભારતીય રાષ્ટ્રની ઇમારત આકાર લે છે. આ વેબસાઈટના મુલાકાતીઓ "શોધ" સુવિધાનો ઉપયોગ કરીને આ રેકોર્ડ્સને શોધી શકે છે અથવા તો ઇતિહાસકારો દ્વારા સુવ્યવસ્થિત કરીને બનાવાયેલા વિભાગો: જીવન ચરિત્ર, વિષયવાર સંકલિત સંગ્રહ, સમય રેખાઓ અને અવતરણો બ્રાઉઝ કરી શકે છે.

૩૧મી ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ સરદાર પટેલની  ૧૪૧મી જન્મજયંતિ પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આગામી વર્ષમાં વધુ રેકોર્ડ્સ ઉમેરવામાં આવશે તેમ જ સરદારના જીવનના અન્ય રસપ્રદ પાસાઓને દર્શાવવામાં આવશે. વપરાશકર્તાઓને તેમનાં ખાનગી સંગ્રહ અને કિસ્સાઓ શેર કરવાની તથા ઓનલાઇન હોસ્ટ કરવા માટેની તક આપવામાં આવશે. આ સાઇટ આઇઆઇટી બોમ્બે દ્વારા ડ્રૂપલ ઓપન સોર્સ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે .